ગુજરાતના સામાન્ય – મધ્યમવર્ગની પ્રજાકીય પ્રશ્નો માટે અસરકારક લડત
માટે હાકલ કરતાં અર્જુનભાઈ મોઢવાડિયા
* આઠ વર્ષર્થ્થી લોકાયુક્ત ની નિમણુંક ન કરનારી ભાજપ સરકાર સામે શેરેરીઓમેમાં
આંદંદોલેલન માટે કોંગ્રેસપક્ષ તૈયાર અર્જુનભાઈ મોઢવાડિયા
* “ખાતો નથી ખાવા દેતો નથી અને લોકાયુક્ત મુકવા દેતો નથી”
તેવો પ્રશ્ન કરતાં શક્તિસિંહ ગોહિલ કોંગ્રેસ એક પરિવાર છે, કોંગ્રેસના કાર્યકરના ભાગે જે
કોઈ જવાબદારીઆવે તેને નિષ્ઠા અને જુસ્સાથી નિભાવવાની આપણી સૌની જવાબદારી
છે. પ્રજાકિય પ્રશ્નો માટે વહિવટીતંત્ર સંપૂર્ણ ઉદાસીન છે ત્યારે નિરાશા દુર કરી લડાઈના
મેદાનમાં આવવાનો સમય આપણા માટેઆવી ગયો છે. આજે આખા દેશને બાનમાં લેનારા
અને અમદાવાદ શહેર અને ગુજરાતમાંહોર્ડિંગની પાછળ રૂા. ૬૫ લાખથી વધારે ખર્ચ
કરનારાની પાછળ કયા તત્વો ભાગ ભજવી રહ્યાંછે તેનો વિચાર કરવો પડશે. જેઓ
ખરડાયેલા છે તેઓ ભ્રષ્ટાચારની સામે લડાઈ લડી રહ્યાં છે.
તેવુ આજે પ્રદેશ કોંગ્રેસ સમિતિ ખાતે રાખવામાં આવેલ સમગ્ર ગુજરાતના શહેર – જીલ્લા -
તાલુકા કોંગ્રેસના પ્રમુખશ્રીઓ અને પંચાયતના નેતાશ્રીઓની વિશાળ મીટીંગમાં પ્રદેશ કોંગ્રેસના
પ્રમુખશ્રી અર્જુનભાઈ મોઢવાડીયાએ જણાવ્યું હતું. શ્રી મોઢવાડીયાએ વધુમાં જણાવ્યું હતું કે,
આખાયે દેશમાં ભ્રષ્ટાચારની સામે લડાઈ લડવામાં વિશ્વસનીયતા અગર કોઈની હોય તો તે
દેશના વડાપ્રધાન ડાૅ. મનમોહનસિંહ અને શ્રીમતિ સોનિયા ગાંધીની પાસે છે. કોંગ્રેસે લોકસભાની
ચૂંટણી સમયે તેના ઢંઢેરામાં લોકપાલબીલ અને કાળાનાણાંને બહાર લાવવાની વાત કરી હતી.
એ.આઈ.સી.સી. ના મહાઅધિવેશનમાંપણ શ્રીમતિ સોનિયા ગાંધીએ પ્રસ્તુત કરેલા પાંચ મુદ્દાઓમાં
લોકપાલ અને કાળાનાણાંની વાતકરી હતી અને તેના આધારે ઓગષ્ટમાં સંસદમાં લોકપાલનું બીલ
કોંગ્રેસ યુપીએ સરકારે રજુકર્યું છે. લોકપાલનો કાયદો ન હોવા છતાં પણ કેન્દ્રની સરકારે કોઈ
પણ શેહ શરમ વીના રાજા અને કલમાડી જેવાને જેલના હવાલે કરી દીધા છે.
ગુજરાતમાં લોકાયુક્તની નિમણુંક માટે નામદાર રાજયપાલ, નામદાર હાઈકોર્ટ અને
વિપક્ષે મંજુરી આપવા છતાં ગુજરાતમાં છેલ્લા આઠ વર્ષથી લોકાયુક્તની નિમણુંક ન કરનારી
ભાજપની સરકારની સામે આવનારા દિવસોમાં લોકાયુક્તની નિમણુંક માટે આપણે શેરીઓમાં
આવીને આપણે આવનારા દિવસોમાં આંદોલન માટે તૈયાર રહેવાનું છે.
વિધાનસભા કોંગ્રેસપક્ષના નેતાશ્રી શક્તિસિંહ ગોહિલે જણાવ્યું હતું કે, ગુજરાતમાં જયારે
અન્ના હજારે આવ્યા ત્યારે એમણે કહ્યું હતું કે, “ગુજરાતમાં દૂધ કરતા દારૂ વધારે મળે છે” અને
આ સરકારમાં ” ઘોટાલા હી ઘોટાલા હૈ ” ત્યારે આજે અન્નાની લડતને ટેકો આપનારા
ગુજરાતના મુખ્યમંત્રી કે સરકારી પ્રવક્તાઓ કેમ ચૂપ રહ્યાં હતાં ?
છેલ્લા આઠ વર્ષથી લોકાયુક્તની નિમણુંક રાજયની આ સરકાર કરતી નથી “ખાતો નથી
ખાવા દેતો નથી ને લોકાયુક્ત કેમ મુકવા દેતો નથી” તેવી વાત કરતાં શ્રી શક્તિસિંહ ગોહિલે
વધુમાં જણાવ્યું હતું કે, કોંગ્રેસનો કાર્યકર અને આગેવાન સૌ જવાબદારીથી કોંગ્રેસપક્ષની નિતી
અને કાર્યક્રમોની વાત લોકો સુધી પહોંચાડે તે એની ફરજ છે. મારે શું કરવાનું છે તે આપણે
બધાએ નક્કી કરવાનું છે અને તો પરિણામમાં કોઈ મુશ્કેલી નહી પડે. છેલ્લા કેટલાય દિવસોથી
અખબારોમાં જે કઈ આવી રહ્યું છે તેમાં કોઈ વજુદ નથી. કોઈ કોંગ્રેસપક્ષ છોડવાનું નથી કોંગ્રેસના
નેતાગણમાં કોઈ તકલીફ નથી.
પૂર્વ પ્રદેશ પ્રમુખશ્રી સિધ્ધાર્થ પટેલે જણાવ્યું હતું કે, ભારત લોકશાહી દેશ છે. લોકશાહીની
ઉચ્ચ પરંપરાઓ ભારતમાં પ્રસ્થાપિત છે. આ દેશના એક એક નાગરીકને મતાધિકારનો અધિકાર
આપ્યો છે અને તેના દ્વારા પોતાનો મત આપી નિર્ણય આપી શકે છે. ત્યારે ભારત જેવા દેશમાં
સીવીલ સોસાયટીના નામે સરકાર પર બળજબરી કરવાનો પ્રયાસ થઈ રહ્યો છે. ડાૅ. બાબાસાહેબ
આંબેડકરે આપેલા શ્રેષ્ઠ બંધારણમાં તમામ બાબતોની કાળજી રખાઈ છે. સત્તાની સાથે જવાબદારી
આવે અને બંધારણે જવાબદારી સુનિશ્ચિત કરી છે. ભ્રષ્ટાચાર નાબુદ થવો જોઈએ અને કોંગ્રેસપક્ષ
તેના માટે કટિબધ્ધ છે પરંતુ જે લોકો પોતે એમા સંડોવાયેલા છે. કર્ણાટકમાં શું થયુ અને જે પક્ષના
પ્રમુખ લાંચ લેતા પકડાયા તે ભૂલી ન જવાય.
પૂર્વ નાયબ મુખ્યમંત્રીશ્રી નરહરિ અમીને કોંગ્રેસના મુખ પત્ર કૃત સંકલ્પના સમગ્ર ગુજરાતના
૫૦,૦૦૦ સભાસદો બનાવવા તમામ જીલ્લા અને તાલુકા પ્રમુખશ્રીઓને અસરકારક રીતે કાર્યવાહી
કરવા જણાવ્યું હતું. કોંગ્રેસના સભ્ય નોંધણી માટેની ઝુંબેશ આગામી દિવસોમાં ગામે ગામ અને
તમામ જીલ્લા અને તાલુકાઓમાં એક સપ્તાહનું કાર્યક્રમ દ્વારા કરવામાં આવશે.
આજની આ મીટીંગમાં સર્વશ્રી હસમુખ પટેલ, અરવિંદ સંઘવી, બાલુભાઈ પટેલ, ગીરીશ
પરમાર, ચંદ્રિકાબેન ચુડાસમા, હિંમતસિંહ પટેલ, નિશીત વ્યાસ, જયરાજસિંહ પરમાર,
ડાૅ. મનિષ દોશી, પી.કે. વાલેરા, ધારાસભ્યશ્રીઓ, ફ્રન્ટલના વડા તેમજ શહેર – જીલ્લા – તાલુકા
- નગરપાલિકાના પ્રમુખશ્રીઓ તેમજ પંચાયતના નેતાશ્રીઓ, પ્રદેશ નિરીક્ષકશ્રીઓ, કોંગ્રેસના
આગેવાનો તથા કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યાં હતાં.
Jay ho
congress
best
Jay ho
Anna Hazare has reminded me the Movie “Guide”. Actor Devanand had also similar dubious track record and people made him a “Swami”. In the movie eventually rain falls but in case of Lok Pal Bill it is with Standing Committee and will have to hear many other stake holders and will be extensively discussed in Parliament/Rajya Sabha and if voted in favor by 2/3rd majority in both the houses the bill will be a reality. Team Anna has to enter in a dialogue with the standing committee there is no need for fast at all.
I also want to ask all the agitators whether they have ever paid bribe. If yes they are equally responsible for the present situation, kindly introspect.
It is true the agitation has shown the anger people have against corruption therefore Government has to take other stern actions to regain confidence of voters all over country.