તા. ૮-૮-૨૦૧૧
* ભાજપ સરકારના ભ્રષ્ટાચાર સામે યુવક કોંગ્રેસ દ્વારા ૯મી ઓગસ્ટે સાબરમતી આશ્રમથી ક્રાંતિકુચ
ગુજરાત પ્રદેશ યુવક કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રી ઈન્દ્રવિજયસિંહ ગોહિલે જણાવ્યું છે કે, ૯મી ઓગસ્ટે
સાબમતી આશ્રમથી સવારે ૬-૩૦વાગે નીકળનારી આ ક્રાંતિકુચને પ્રદેશ કોંગ્રેસ પ્રમુખશ્રી
અર્જુનભાઈ મોઢવાડીયા, વિધાનસભા કોંગ્રેસપક્ષના નેતાશ્રી શક્તિસિંહ ગોહિલ લીલી ઝંડી આપી
પ્રસ્થાન કરાવશે. આ કુચ સાબરમતી આશ્રમથી ઈન્દ્રોડા ગામ પહોંચશે ત્યાં સવારે ૧૧-૩૦ કલાકે
ખેડુત મહાસંમેલન અને સભા યોજાશે જેને કોંગ્રેસનાવરિષ્ઠ આગેવાનો સંબોધન કરશે. ઈન્દ્રોડા
ગામે યુવા ખેડુત મહાસંમેલન બાદ લોકાયુક્તની નિમણૂંક, ગૌચર અને સરકારી જમીનોની ઉદ્યોગોને
લ્હાણી કરવામાં થયેલ ભ્રષ્ટાચારની તપાસની માંગ કરતુ આવેદનપત્ર મુખ્યમંત્રીશ્રીને સુપ્રત
કરવામાં આવશે.
માનનીય મંત્રીશ્રી,
માનનીય બ્યુરોચીફશ્રી બ્યુરો ચેનલ્સ,
ઉપરોક્ત કાર્યક્રમના કવરેજ માટે આપશ્રીના પત્રકારશ્રી / પ્રેસ ફોટોગ્રાફરશ્રી / ટીવી ટીમ -
કેમેરામેનશ્રીને સ્થળ ઉપર મોકલી આપવા વિનંતી છે.