અખિલ ભારતીય કોંગ્રેસ સમિતિના અધ્યક્ષા શ્રીમતિ સોનિયા ગાંધીના રાજકીય સલાહકાર શ્રી અહમદભાઈ પટેલે જૈનમુનિ ચંદ્રશેખર મહારાજ સાહેબના કાળધર્મ પામતા ઉંડા શોકની લાગણી સાથે શ્રધ્ધાંજલી આપતા જણાવ્યું હતું કે, ચંદ્રશેખર મહારાજ સાહેબ અહિંસા પરમોધર્મના માનવદુત તરીકે સમગ્ર જીવન પસાર કર્યું હતુ. તેમના કાળધર્મ પામવાથી સમાજે ઉત્તમ સંત ગુમાવ્યા છે. જૈનમુની ચંદ્રશેખર મહારાજ સાહેબના કાળધર્મ પામતા ઉંડા શોકની લાગણી વ્યક્ત કરતાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રી અર્જુનભાઈ મોઢવાડીયા, વિધાનસભા કોંગ્રેસપક્ષના નેતાશ્રી શક્તિસિંહ ગોહિલે જણાવ્યું હતું કે, ચંદ્રશેખર મહારાજ સાહેબ જૈન સમાજ ઉપરાંત તમામ ધર્મ માટે ઉંડા આદરની લાગણી ધરાવતા હતાં. તેમના સંપર્કમાં આવનાર તમામ ધર્મના લોકો સાથે ઉદાર વ્યવહાર હતો.ચંદ્રશેખર મહારાજ સાહેબે માત્ર ધર્મ પુરતુ જ નહી પણ શિક્ષણ ઉપરપણ વિશેષ ધ્યાન આપી તપોવન જેવી ઉત્તમ સંસ્કાર પીઠ ગુજરાતને ભેટ આપી તેમના કાળધર્મ પામવાથી માત્ર જૈન સમાજ જ નહી પણ ગુજરાતના તમામ સમાજે એક સંવેદનશીલ જૈન સંત ગુમાવ્યાં છે. (ડાૅ. મનિષ એમ. દોશી) પ્રવક્તા
Advertisement